ટંકારાના યુવાનને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે ટી તપાસી મૃત જાહેર કરતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકામાં સાલદિપ વિનાયાલ એલ.એલ. ટી. અલ્કેશભાઈ ભાલોડિયાના કારખાનામાં રહેતા ૪૦ વર્ષીય રામ સિધારેને ગઈકાલે તા.૦૭/૧૨/૨૦૨૩ ને બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો થતાં તેને તાત્કાલિક ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે દિનદયાળભાઇ અને અલ્કેશભાઇ ભાલોડીયા સારવાર માટે લઇ ગયા હતાં. ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલાં જ યુવકનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા સમગ્ર મામલે ટંકારા પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.