વાંકાનેર તાલુકાના લુણસરગામેં તાવાના ચુલા ખસેડવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીઓને એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લુણસરગામેં દશેરાના દીવસે પરિવાર ભેગો થયો હતો. આ વેળાએ તાવાના ચુલા ખસેડવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી ભરતભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.વ. ૩૩)એ આરોપી અશ્વીન ચાવડાને વડીલો બોલતા હોય ત્યારે આપડે ન બોલવું જોઈએ એ બાબતે શિખામણ આપતા આરોપીને માઠું લાગ્યું હતું. તેનો ખારદાવ રાખી અશ્વીન કાંતીભાઇ ચાવડા, કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા રહે ત્રણેય લુણસર તા.વાંકાનેર, કુણાલ મુકેશભાઇ પરમાર રહે. મોરબી ઇન્દીરાનગરવાળાઓએ એક જૂથ થઈ ફરિયાદી ભરતભાઇ ચાવડા ઉપર લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.