Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં ફોન કર્યા બાદ યોગ્ય જવાબ ન આપવા મામલે યુવાન ઉપર છરી...

મોરબીમાં ફોન કર્યા બાદ યોગ્ય જવાબ ન આપવા મામલે યુવાન ઉપર છરી વડે હુમલો

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટ સામેના એપાર્ટમેન્ટમાં રૂમ નં.૭ વિણાબેનના મકાનમાં ભાડેથી રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા દિપકસિંગ પ્રમોદસિંગ રાજપુત (ઉવ.૨૭) એ આરોપીઓ રાજુ ઉર્ફે રાજીયો (રહે રેલ્વેસ્ટેશન પાસે ખાડા વીસ્તાર, મોરબી), વિપુલ (મુળ રહે,જામનગર, હાલ રહે કુબેર નાલા પાસે, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૯ ના રોજ આરોપીએ ફરીયાદીને કહેલ કે તે ચારેક દિવસ પહેલા ફોન શું કામ કરેલ તે બાબતે ફરીયાદીએ બરોબર જવાબ ન આપતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી, ફરીયાદી સ્થળ છોડી ઘરે જવા જતા પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢતા ફરીયાદી જોઇ જતા ભાગવા જતા પાછળથી ફરીયાદીના ડાબા પગમાં એક છરીનો ઘા મારી તેમજ થોડે દુર ફરી પાછળ દોડી ડાબા કાનમાં છરી મારી દઇ લોહીયાળ ઇજા કરી અને આ બનાવની પોલીસ ફરીયાદ નહીં કરવા દબાણ કરતા ફરીયાદીએ બરાબર જવાબ ન આપતા પત્નીની હાજરીમાં ઝાપટ મારી ગાળો આપી ફરીયાદીને બન્નેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદને પગલે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!