Wednesday, July 16, 2025
HomeGujaratઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકવો યુવકને ભારે પડ્યો ! વાંકાનેર સિટી પોલીસે...

ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકવો યુવકને ભારે પડ્યો ! વાંકાનેર સિટી પોલીસે અટકાયત કરી:એકની શોધખોળ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં અમુક ઈસમો જાહેરમાં રોફ જમાવવા માટે જાહેરમાં હાથિયારો લઈ નીકળતા હોય છે. ત્યારે આવા લોકો પર પોલીસે ઘોસ બોલાવી છે. અને ગઈકાલે વધુ એક શખ્સને પકડી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપલોડ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી હકીકત મળી હતી કે,વાંકાનેરના એક શખ્સે ઇન્સ્ટાગ્રામમાં mr_sultan_478692 નામના એકાઉન્ટમા હથીયાર સાથેના ફોટો અપલોડ કર્યો છે. જેથી ઇન્સ્ટાગ્રામ મા mr_sultan_ 478692 ની આઇડીની તપાસ કરતા શાહરૂખ દાઉદભાઇ સર્વદિ (રહે.નવા રાતીદેવરી ગામ તા-વાંકાનેર જી-મોરબી)નુ હોવાનુ જાણવા મળતા ઇસમની પૂપરછ કરતા ઇન્સ્ટાગ્રામમાં mr_ sultan_ 478692 વાળુ આઇડી પોતાનુ હોવાનુ અને આ ફોટો પોતે અપલોડ કર્યો હોવાનુ જણાવ્યું હતું. તેમજ ફોટામાં દેખાતું હથીયાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા (રહે-ઝિંઝુડા તા-જી-મોરબી)નુ હોવાનુ જણાવતા સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપલોડ કરનાર ઇસમને પકડી પાડી આરોપી વિરૂધ્ધમા આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!