Wednesday, November 27, 2024
HomeGujaratવાંકાનેરનાં યુવકને પ્રેમ કરવો પડ્યો ભારે : યુવતીના ભાઈ તથા તેના ભાઈનાં...

વાંકાનેરનાં યુવકને પ્રેમ કરવો પડ્યો ભારે : યુવતીના ભાઈ તથા તેના ભાઈનાં મિત્રોએ યુવકનું અપહરણ કરી લૂંટી લીધો

વાંકાનેરનાં એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હતો. યુવકનું પ્રેમિકાના ભાઈ તથા તેના મિત્રોએ અપહરણ કરી બામણબોર લઇ જઇ ઢોર માર માર્યો હતો. તેમજ તેની પાસે રહેલ મોબાઈલની લૂંટ કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાનાં જાની વડલા ગામે રહેતા સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળને નારણભાઇની બહેન સાથે પ્રેમસબંધ હોય જે બાબતે ખાર રાખી નારણભાઇ તથા નાનુભાઇએ ફરિયાદી ટ્રક લઇને જતા ત્યારે ટ્રકમા ચડી ફરિયાદીને સાઇડમા બેસાડી અપહરણ કરી નાનુભાઇએ ગાડી ચલાવી ફરિયાદીને બામણબોર લઇ જઇ ટ્રક નીચે ઉતારી નારણભાઇ તથા નાનુભાઇએ પકડી રાખી નાજાભાઇ તથા વિપુલભાઇ નામના શખ્સોએ યુવકને ધોકાથી શરીરે માર મારી, યુવકનો વીવો કંપનીનો રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન લઇ જતા સમગ્ર મામલે યુવકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!