મોરબીના વાવડી રોડ પર રહેતા અને મૂળ મહેસાણાના ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૨ વાળા આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. જેઓ તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ ઘરેથી રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થતાં તેની પત્ની દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરી છે.
મોરબીના વાવડી રોડ પર રહેતા અને આંગડિયા પેઢીમાં નોકરી કરતા ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૨ રહે. મોરબી વાવડી રોડ મૂળ મહેસાણા વાળા ગત તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ ઘરેથી રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થયા છે. જેમનો મોબાઇલ નં. ૭૦૧૬૧૪૨૫૭૩ તથા ૯૭૨૩૧૨૮૦૭૩ નંબર પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. જેની જાણ પરિવારજનોએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને કરી હતી. જે વ્યક્તિ કોઈને દેખાય તો મોબાઇલ નં. ૬૩૫૫૦ ૭૯૩૨૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે. તેમજ ઘરેથી ગયા ત્યારે તા. ૨૯/૦૭ /૨૦૨૪ ના વહેલી સવારના પાંચ વાગ્યે તેમના પતિ ઉઠી રાજકોટ કામ માટે જવાનુ છે. જેથી સવારે નાસ્તો કરીને ઘરેથી ચાલીને નિકળી અને રાજકોટ જવા નીકળ્યા હતા. અને બાદમા બપોરના સાડા બારેક વાગ્યે પોતાના પતિને ફોન કરતાં ફોન બંધ આવતો હતો. અને બાદમા મહિલાએ પોતાના સગા સંબંધીમાં પુછપરછ કરી પરંતુ તેમના પતિ ક્યાય મળી આવ્યા ન હતા. પતિ ઘરેથી નીકળ્યા ત્યારે ઓફીસ બેગ સાથે લઈ ગયેલ હતા. અને પેહરેલ કપડે કોઇને કહ્યા વગર નિકળી ગયા છે. ઘરેથી ગયા ત્યારે સ્કાય બ્લુ કલરનું ટી-શર્ટ તથા બ્લેક પેન્ટ પહેરેલ હતુ. અને તે હીન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે. અને તે દેખાવે ઘંઉ વર્ણા તથા મજબુત બાંધાના છે.અનેbમારા પતીને ઉચાઇ આશરે ૫ ફુટપ ઇંચ જેટલી છે. મારા પતીએ જમણા હાથે કલાઇ ઉપર અંગ્રેજીમા -આશા” ત્રોફાવેલ છે. આ મારા પતી ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહેલ હોય જેની તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી મારા પતી ભાવેશભાઈની ગુમસુધાની ફરિયાદ દાખલ કરી છે. તેમ ગુમ થયેલ ભાવેશભાઈની પત્નિએ જણાવ્યું હતું.