મોરબીના દલિતવાસમાં રહેતા યુવકની હત્યા : લોકોના ટોળા એકત્ર થયા : પોલીસ ઘટના સ્થળે
મોરબીમાં આજે મોડી સાંજે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા એસ આર ના પંપ નજીક દલિતવાસમાં રહેતા અજિત ગોરધનભાઈ પરમાર ઉ.વ.23 ને ગંભીર હાલતમાં મોરબી સિવિલમાં લાવવામાં આવ્યો હતો જો કે સારવાર મળે એ પહેલ જ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ સાથે જ અન્ય એક હુસેન નામના યુવકને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવના પગલે દલિત સમાજના લોકોના ટોળા મોરબી સિવિલ ખાતે એકત્ર થઈ ગયા છે હાલ આ હત્યા ક્યાં કારણ થી કોના દ્વારા થઈ એ અંગે મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.લોકોમાં ચર્ચમાંથી જાણવા મળતા મુજબ આ હત્યા પાછળ દારૂ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે જો કે હત્યાનું સચોટ કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે હાલ મોરબી બી ડિવિઝન એલસીબી પોલીસે તપાસ શરૂ કરી છે.