મોરબી તાલુકામા આજે વધુ બે અપમૃત્યુના કેસ પોલીસ મથકે નોંધાયા છે જેને પગલે પોલીસે નોંધ કરી અંતિમ પગલુ ભરી લીધા પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે રહેતાજયભાઇ હિતેંદ્રભાઇ ભટ્ટ નામના ૧૯ વર્ષીય યુવાન રંગપર ગામે પોતાના ઘરે હતા આ દરમીયાન તેઓએ અગમ્ય કારણોસર કંટાળી જઇ ગળેફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લેવાનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે જાણ થતાં તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યુ અંગેના વધુ એક કેસની મોરબી તાલુકા પોલિસ મથકે નોંધાયેલ વિગત અનુસાર મોરબીના બંધુનગર ખાતે ભીમણી સીરામીક કંપનીમા રહેતા અને કામ કરતા ડાકુબેન જીવણભાઇ ગુર્જર નામના ૨૮ વર્ષીય પરિણીતા ગત તા.૨૦/૦૪/૨૦૨૨ ના સાંજના છ એક વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતા તે વેળાએ કોઇ કારણોસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની સારવાર અર્થે પ્રથમ શ્યામ હોસ્પીટલ મોરબી બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કર્યા હતા આ અંગે તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.