આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાંજરા પોળ પાસે આવેલ ૧૨૦૦ વીઘા જમીનનું નામ બલિદાનો આપેલ રાજવી પરિવાર, ક્રાંતિકારીઓ તથા ભારતના મહાન વ્યકતિઓના નામ પરથી નામકરણ કરવા માંગ કરાઈ છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કે, થોડા દિવસો પેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ડિજિટલ માધ્યમ થકી જાહેરાત કરી કે, પાંજરા પોળ પાસે આવેલ ૧૨૦૦ વીઘા જમીન જે મોરબીના રાજવી પરિવારે આપેલ છે અને તેનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તે જમીનનું નામ નમો વન આપવામાં આવ્યું છે.જનતાના લાભાર્થે આપેલ આવી જમીન પર પ૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર, જાણવણી તથા આસ પાસના વિસ્તાર પર વિકાસલક્ષી કાર્યો પ્રજાના ટેક્સના પૈસા અથવા લોકફાળાથી થવાના હોય તો, આવી જગ્યાનું નામ કોઈ રાજકીય પાર્ટી કે તેમના મોટા પદાધિકારીના નામ પર રાખવું કેટલું યોગ્ય ? જેથી આવા પ્રજાલક્ષી કાર્યોને બલિદાનો આપેલ રાજવી પરિવાર, ક્રાંતિકારીઓ તથા ભારતના મહાન વ્યક્તિઓના નામ પરથી નામકરણ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. તેમજ નામ બદલવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી મોરબીની જનતા અને દરેક સમાજને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.