મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફીસ પાસેથી આરોપી વિજયભાઈ રમેશભાઈ શુક્લા ઉવ.૨૮ રહે. રણછોડનગર-૧ વાળાને વિદેશી દારૂની ૧૮૦એમએલની ત્રણ નંગ બોટલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે પકડી લેવામાં આવ્યો છે. જાહેર રોડ ઉપર વેચાણ કરવાને ઇરાદે વિદેશી દારૂની બોટલ લઈને નીકળેલ આરોપીની પોલીસે સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.