મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી પોલીસે તેની પૂછપરછ કરી તેની અંગઝડતી લેતા તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૯૭૯/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા ઉવ.૨૩ રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









