મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નવલખી રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રેલ્વે કોલોની પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી રિયાઝ ઉર્ફે રાજીયો રફીકભાઈ પઢાણ (ઉવ.૨૧ રહે.નવલખી રોડ નવી રેલ્વે કોલોનીની બાજુમાં મોરબી) વાળાને રોકી તેની તપાસ કરતા વિદેશી દારૂ રોયલ ક્લાસિક વ્હિસ્કીના ૧૮૦મીલી.ના ચાર નંગ પાઉચ કિ.રૂ.૪૦૦/- મળી આવ્યા હતા.આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.