વાંકાનેર તાલુકા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલની બાજુમાં એક યુવક શંકાસ્પદ હિલચાલ કરતો ધ્યાને આવતા તુરંત તેને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકની બેગની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/- મળી આવતા તુરંત આરોપી બાબુભાઇ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા ઉવ.૨૦ રહે.વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ મૂળરહે. સુંદરગઢ તા.હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.