મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલપંપ સામે પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક યુવકને રોકી થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ માલી આવી હતી. જેથી આરોપી અજયભાઈ પુનાભાઈ વાળા ઉવ.૩૬ રહે.શકત શનાળા તુલસીપાર્કવાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે પકડાયેલ આરોપીની વિદેશી દારૂ અંગેની પ્રાથમિક પૂછતાછમાં આ વિદેશી દારૂની બોટ આરોપી સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા રહે. શકત શનાળાવાળા પાસેથી લઈ આવવાની કબુલાત આપી હતી. હાલ દારૂ આપનાર આરોપીને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









