મોરબીની રાણેકપર ફાટકથી હુવા તરફ રેલ્વે લાઈનમાં મોરબીથી વાંકાનેર તરફ જતી ચાલુ ડેમુ ટ્રેન માંથી પડતું મૂકી યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામી આવી છે.ત્યારે બનાવની જાણ થતા જ વાકાનેર સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તેમજ વળી વારસો ગોતવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાણેકપર ફાટકથી હુવા તરફ રેલ્વે લાઈનમાં મોરબી થી વાંકાનેર તરફ જતી ચાલુ ડેમુ ટ્રેનમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા પુરૂષે પોતાની જાતને પડતુ મુકી ટ્રેનમાં આવી જતા ગભીર ઇજા થતા યુવકનું મોટ નીપજ્યું છે. મૃતક પુરૂષ શરીરે પાતાળા બાધાની વાને શ્યામ વર્ણો ઉંચાઇ આશરે સાડા પાચેક ફુટ તથા શરીરે દુધીયા કલરનો લાલ સફેદ પટ્ટા વાળી શર્ટ નીચે પીળા કલરનું ટી- શર્ટ પેહરેલ તથા મહેદી કલરનું પેન્ટ પેહરેલ છે. તેમજ મરણજનારના જમણા હાથમા કાળા કલરની રીબીન પહેરેલ છે. તેમજ જમણા હાથના બાવળા પર અંગ્રેજીમા કેપીટલમાં “RAS” વાચી શકાય તેમ જોવામાં આવેલ છે. તેમજ અન્ય શબ્દો વચાયેલ ન હોય તેમજ મરણજનારના નામ ઠામ તથા તેના વાલી વારસ મળી આવેલ ન હોય જેથી અજાણ્યા પુરુષની લાશ હાલ વાંકાનેર સરકારી દવાખાને કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવી છે. જેથી અજાણ્યા પુરૂષના વાલી વારશ મળી આવે તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર 6359626071 તથા વનરાજસિંહ એ ઝાલાના મોં.નં. 9099000657 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.