મોરબીના સીરામીક સિટી વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીના સીરામીક સિટીમાં રહેતા રાજેશભાઈ મેરામભાઈ જાખોત્રા ઉવ.૩૫એ ગઈકાલ તા.૧૮/૦૧ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૃતકનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા, બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ જારી આગળની તપાસ ચલાવી છે.









