મોરબી : વાંકાનેરના હસનપરમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત લીધેલ હતો. વાંકાનેર સીટી પો.સ્ટેમાંથી આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ અમીતભાઇ સોમાભાઇ દલસાણીયા શક્તિપરા હસનપર વાંકાનેરવાળાએ પોલીસને ફોનથી જણાવે છે કે વાંકાનેરના શક્તિપરા હસનપર ખાતે રહેતા પ્રવીણભાઇ ભલાભાઇ સોલંકી( ઉ.વ ૪૧) વાળો પોતાના ઘરે છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.