મોરબી શહેરના તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા યુવકે આર્થિક તંગીથી કંટાળી જઈને એસિડ પી આપઘાત કર્યો હતો. સારવાર દરમિયાન રાજકોટ ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી શહેરના પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલા તુલસી પાર્ક વિસ્તારમાં બનેલ ઘટનામાં મૂળ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના વતની યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા ઉવ.૪૦ નામના યુવકે ગઈ તા.૨૮/૧૦ના રોજ આર્થિક સંકળામણના કારણે પોતાના રહેણાંક મકાને એસિડ પી લેતા, તુરંત પરિવારજનો દ્વારા તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા, જ્યાં સારવાર દરમિયાન યુવરાજસિંહનું મૃત્યુ નિલજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે મૃતકના ભાઈ દિગ્વિજયસિંહ ભરતસિંહ ઝાલા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









