મોરબી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક યુવકના મોતનો બનાવ બન્યો છે.જે અંગે મળતી માહિતી મુજબ, સતિષભાઇ હરીભાઇ બાંભણવા બારોટ (ઉંમર 31, રહે. માળીયા, વનાળીયા – રામદેવપી મંદિર પાસે) તા. 10/08/2025ની રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે મોરબી-2 ભડીયાદ રેલ્વેફાટકથી નઝરબાગ રેલ્વે સ્ટેશન વચ્ચેના ટ્રેક પરથી પગપાળા જઈ રહ્યા હતા.આ દરમિયાન અજાણતા ટ્રેનની ટક્કરે તેમને માથા તથા બંન્ને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટ સિવિલ, પછી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને પાછા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તા.11/08/2025ના રોજ તેમનું મોત થયું.ત્યારે આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.