મચ્છીમારીની જાળ બદલવા ડેમમાં ગયેલા મચ્છીમારી કરતા યુવકનો પગ જાળમાં ફસાઈ જતા પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલા બ્રાહ્મણી ડેમમાં મચ્છીમારીની જાળ બદલવા ગયેલા અજીતભાઈ નરશીભાઈ સુરેલા ઉવ.૩૫ રહે. ગોલાસણ તા.હળવદ વાળાનો પગ જાળમાં ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






