હળવદ તાલુકાના રાણેકપર રોડ પર આવેલ ધાંગધ્રા બ્રાન્ચની કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત કે અન્ય કારણોસર કેનાલમાં ખાબકેલો યુવાન ડૂબવા લાગતા આજુબાજુના વિસ્તારના લોકોને જાણ થઈ હતી આથી સ્થાનિકોએ દોડી જઇ બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
આ ધટનાની જાણ થતાં પોલીસ અને 108 ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી મોત અંગેનું કારણ જાણવાની દિશામાં હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.