વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીમ આવેલ સેકોલ સીરામીકમાં ઇલેકટ્રીશિયન યુવકનું કામ દરમિયાન વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ તુરંત યુવકને સારવાર માટે રફાળેશ્વર નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ સારવાર કારગત ન નિવડતા, યુવકે દમ તોડ્યો હતો.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, બોટાદ જીલ્લાના ગઢડા(સ્વામીના) તાલુકાના લીંબાસી ગામના વતની હાલ સરતાનપર ગામે આવેલ સેકોલ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા રવિભાઈ ભીમજીભાઈ જાપડીયા ઉવ.૧૯ નામનો યુવક સેકોલ સીરામીકમાં ઇલેક્ટરીશિયન તરીકે કામ કરતો હોય ત્યારે ગઈકાલ તા.૨૧/૦૬ ના રોજ રાત્રીના સેકોલ સીરામીકમાં ઇલેકટ્રીક કામ દરમિયાન રવિભાઈને વીજશોક લાગતા, તુરંત તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં રવિભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.