હળવદ વિસ્તારમાં માનસર નર્મદા કેનાલ ખાતે ૧૮ વર્ષીય યુવાને પાણીમાં પડી આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુજલભાઈ મનસુખભાઈ સોનગ્રા ઉવ.૧૮ રહે. હાલ હળવદ શ્રીજી નગર સોસાયટી-૧, સાંદિપની સ્કૂલ પાછળ મૂળરહે. રણજીતગઢ ગામના વતની ગત તા.૧૪/૦૨ના રોજ પોતાનો મોબાઇલ તથા મોપેડ કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમાં પડી આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં મૃતકના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.









