મોરબી શહેરના લીલાપર રોડ ઉપર ભાડે ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના પરવલીયા ગામના રહેવાસી પપ્પુભાઇ ભીમચંદ સિંગાડ ઉવ.૩૩ ગઈકાલ તા.૦૧/૦૮ના રોજ પોતાના રહેણાંક ઓરડીમાં રાતના સુતા હતા તે દરમ્યાન ઝેરી સાપ કરડી જતા એને તત્કાલિ મોટરસાયકલ ઉપર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.