હળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો હતો. જે બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ તેમજ સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બનાવ ગુરુવાર બપોરના ૩ વાગ્યાની આસપાસ બન્યો હતો બનાવને ૧૫ કલાક વીતી જવા છતાં મુતદેહ ન મળતાં પાણી બંધ કરવી મુતદેહ શોધખોળ તેજ બનાવી દીધી છે પરીવારજનો ગમગીની છવાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, હળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમા વાંકાનેરનો સંદીપ કીર્તિભાઈ વ્યાસ ઉ.૨૭ યુવાન ન્હાવા પડ્યો હતો. તે સમયે અચાનક તે ઉંડા પાણીમા ગરકવા થતા તે ડુબવા લાગ્યો હતો.ડુબનાર યુવાન વાંકાનેરનો હતો અને હળવદ પંથકમાં થી દાડમ એકક્ષપોટ ધંધો કરતો હતો. ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલ કાંઠે યુવાનુ મોટરસાયકલ કપડા ચંપલ પાકીટ મોબાઇલ સહિતની વસ્તુઓ મળી આવી છે. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તેમજ સ્થાનિક ટીકર ના તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે ૧૫ કલાકથી પણ વધુ સમય વીત્યો છતાં હજુ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો નથી. યુવાનના પરીવારજનો આખી રાત નમૅદા કેનાલ કાંઠે પોતાના લાડકવાયા પુત્ર ને શોધવાં આમ તેમ ફાંફાં મારતો નજરે પડયો હતો.ધરનો આધાર સ્તંભ યુવાન પુત્ર ડુબી જતાં પિતા પર દુઃખ ના વાદળો ઘેરાયા હતા.હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતો.