માળીયા મી. માં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રોન્ગ સાઈડમાં પુરપાટ ઝડપે જતી બોલેરો પીકઅપનાં ચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવ ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૮/૧૧/૨૦૨૩ ના રોજ સવારના સમયે અમદાવદ-માળીયા હાઇવે માણાબા ગામના પાટીયા પાસે આવેલ ઘોડાધાઇ નદીના પુલપર GJ-15-AV-4907 નંબરની બોલેરો પીકઅપનાં ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમા બેદરકારીથી ચલાવી સામેથી આવતી GJ-36-AH-2600 નંબરની એક્ટીવાના ચાલક જયરાજ મુકેશભાઇ ડાંગર સાથે ભટકાડી દઇ એક્ટીવા ચાલક જયરાજને હાથના તથા પગના સાથળના ભાગે ફેક્ચર જેવી તથા માથાના ભાગે ઇજા પહોચાડતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.