Wednesday, March 18, 2026
HomeGujaratમોરબીમાં ભાગીદારીના હિસાબ મામલે યુવકનું અપહરણ, બેફામ મારકૂટ, ૫ સામે ગુનો નોંધાયો

મોરબીમાં ભાગીદારીના હિસાબ મામલે યુવકનું અપહરણ, બેફામ મારકૂટ, ૫ સામે ગુનો નોંધાયો

૧૩ લાખ વસૂલવા યુવકને ક્રેટા કારમાં બળજબરીથી બેસાડી કારખાનામાં ગોંધી રાખ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ભાગીદારીના ધંધાના હિસાબ મુદ્દે યુવકનું અપહરણ કરી પાંચ શખ્સોએ બેફામ માર માર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને કારમાં બેસાડી કારખાનામાં લઈ જઈ ધમકીઓ આપી રૂપિયા વસૂલવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ધર્મમંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા ઉવ.૨૯ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓએ અગાઉ આરોપી ગીરીશભાઈ આખજા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં નુકસાન બાદ હિસાબના રૂપિયા બાબતે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. તે દરમિયાન ગત તા.૧૬/૦૩ના રોજ ફરિયાદી વિશાલભાઈ ભક્તીનગર સર્કલ ગોકુલનગર જવાના રસ્તે એક ગોડાઉન પાસે હાજર હતા ત્યારે આરોપીઓ ગીરીશભાઈ આખજા સાથે રાજુભાઈ ઝાલા, ભરતભાઈ ગઢવી, અલ્તાફભાઈ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટ્ટી તમામ રહે.મોરબી વાળા ક્રેટા કાર નં. જીજે-૩૬-એએફ-૮૭૭૧માં ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓએ ફરિયાદી વિશાલભાઈને લોખંડની કોશ, હથોડી તેમજ ઢીકાપાટુથી બેફામ માર માર્યો હતો.

ત્યારબાદ પાંચેય આરોપીઓએ વિશાલભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી જાંબુડીયા પાસે હિમાલયા નામના કારખાનામાં લઈ જઈ ગોંધી રાખ્યા હતા અને ૧૩ લાખ રૂપિયા આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધો હતો. હાલ વિશાલભાઈની ફરિયફને આધારે એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૫), ૧૪૦(૨), ૧૨૭(૨), ૧૧૫(૧), ૩૫૧(૨) તેમજ જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!