મોરબીમામોરબીના વાવડી રોડ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે પરિવારના ઝઘડામાં એક યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. જયારે એક વૃધ્ધ ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીના વાવડી ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા એક યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. જેમાં ઈસમોએ હુમલો કરતા રમેશભાઈ ગાભાભાઇ નામના ૨૨ વર્ષીય યુવકે પોતાનું જીવ ગુમાવ્યો છે. ત્યારે આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરાઈ હોવાની શક્યતા હાલ સેવાઈ રહી છે. જયારે ગાભાભાઈ જીવાભાઈ દેવીપૂજક નામના ૭૦ વર્ષીય વૃદ્ધની હુમલામાં હાલત ગંભીર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે બનાવની જાણ થતા જ એલસીબી તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.