Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના યુવકે એસીડ પી જતા રાજકોટમાં સારવાર દરમિયાન મોત

મોરબીના યુવકે એસીડ પી જતા રાજકોટમાં સારવાર દરમિયાન મોત

મોરબીમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવકે એસીડ પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું રાજકોટમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વિશીપરા રોહીદાસપરા શેરી નં ૫ ખાતે રહેતા રમેશભાઇ મનસુખભાઇ ચૌહાણ નામના યુવકે ગત તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી જતા તેના પરિવારના સભ્યો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા ખાદ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ હાલત ખરાબ જણાતા તેને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!