થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની વેલકમ કરવા પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરનારાઓને યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારોના સાચા મર્મનો સંદેશ આપ્યો
મોરબી : આજે 2023નો છેલ્લો દિવસ હોય વીતેલા વર્ષને બાય બાંય કરીને નવા વર્ષ 2024ને આવકારવા થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન મદહોશ બની જાય છે અને ડાન્સ વીથ ડિનર, શરાબ ઢીચીને નવા વર્ષને સેલિબ્રેટ કરતા હોવાની વચ્ચે બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાનું માનીને દરેક તહેવારોની વંચિતોને ખુશી આપીને એની ખુશી જોઈને પોતે રાજી થવું એ જ તહેવારોની ઉજવણી સાચો મર્મ હોવાનો સંદેશ આપતા મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ યુવાનોએ આજે શહેરમાં આવેલી અને લાંબા સમયથી ધૂળ ખાતી રાષ્ટ્પ્રેમીઓની પ્રતિમાને સ્વચ્છ પાણીથી નવડાવી યોગ્ય રીતે સફાઈ કરીને આ તમામ પ્રતિમાઓને સ્વચ્છ બનાવી હારતોરા કરીને થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની વેલકમ કર્યું છે.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવાની વિચારધારાને દીપાવી આજે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની પણ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર તેમજ સમગ્ર રાષ્ટ્ને પોતાનું જીવન સમર્પિત કરનાર વિભૂતોઓમાં શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોના જીવનમાંથી મોરબીના લોકો દેશના હિત માટે કોઈને કોઈ કાર્ય કરવાની પ્રેરણા મેળવે તે માટે વર્ષોથી શહેરની અલગ અલગ જાહેર જગ્યાએ આવા મુઠી ઉંચેરા દેશપ્રેમીઓની પ્રતિમા મુકવામાં આવી છે. પણ સંબધિત તંત્ર આ પવિત્ર પ્રતિમાઓની જાળવણી કરવાનું ચૂક્યું છે. આથી આ તમામ પ્રતિમાઓ ઉપર ધૂળની ચાદર છવાઈ ગઈ છે. તેમજ પ્રતિમા આસપાસ ગંદકી જોવા મળે છે. તંત્ર માત્ર મહાપુરુષોના જન્મદિન કે નિર્વાણદીને યાદ કરતું હોવાથી પ્રતિમાઓની બદતર હાલત થઈ ગઈ છે. ત્યારે આજે ક્રાંતિકારી વિચારધારા અને સર્વધર્મ સમભાવનો જનજન સુધી મેસેજ પહોંચડતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી તેમજ તેમની સમગ્ર યુવા ટીમે આજે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની અનોખી ઉજવણીના ભાગરૂપે શહેરમાં આવેલી તમામ રાષ્ટ્પ્રેમીઓની પ્રતિમાને સ્વચ્છ બનાવનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ યુવાનો-કાર્યમરોએ આ પ્રતિમાઓને જળાભિષેકથી સ્વચ્છ બનાવી અને યોગ્ય રીતે સફાઈ કરી તેમજ આસપાસની ગંદકીની સફાઈ કરીને હવે પછી સમયાંતરે પ્રતિમઓને સ્વચ્છ કરવાનો સંકલ્પ લઈને તંત્ર તેમજ થર્ટી ફર્સ્ટની મદહોશીભરી ઉજવણી કરતા યુવાનોને મેસેજ આપ્યો છે.