મોરબીમાં વધુ એક બીમારી સબબ મોતનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરના ચંન્દ્રપુર વણકરવાસ ખાતે રહેતા પ્રવિણભાઇ માવજભાઇ મકવાણા નામના યુવકને બે દિવસથી તાવ આવતો હોવાથી સરખું ન થતા તેઓને પ્રાથમીક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મરણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ ડોક્ટરે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.