મોરબીમાં રાત્રીના સમયે ગાડી રોકીને જાહેર માર્ગને બાનમાં લઇને પાકિસ્તાન ઝિંદાબાદના નારા એક યુવક દ્વારા લગાડવામાં આવતા હતા. જે વિડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડનાર યુવક હિન્દુ અને માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે ત્યારે જ યુવકને કેમ સૂઝ્યું ? પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડવાનું ? આની પાછળ કોણ છે અને કોણ આવું કૃત્ય કરાવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
મોરબીમાં જાહેરમાં રસ્તો રોકી પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં નારા લગાવનાર યુવકને પોલીસે શોધી કાઢી તપાસ કરતા યુવક હિન્દુ અને માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. આ જ યુવક દ્વારા એક વર્ષ પહેલા પણ મોરબીના મુખ્ય માર્ગને બાનમાં લઈ નમાજ પઢવામાં આવી હતી યુવક માનસિક અસ્વસ્થ છે તો કેમ વારંવાર માત્ર હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા કૃત્યો કરે છે ? શા માટે અન્ય ધર્મ માટે આવું નથી કરતો ?તેમજ હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તનાવ છે તો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું ભાન તેને અત્યારે જ શા માટે આવ્યું ? જેને લઇને હિન્દુ સંગઠનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમજ માનસિક અસ્થિર યુવક પાસે આવું કૃત્ય કોણ કરાવી રહ્યું છે. જેને લઇને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.