Monday, November 18, 2024
HomeGujaratયુવા શક્તિ ગ્રુપનું ઉમદા કાર્ય : મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમા બ્લડની...

યુવા શક્તિ ગ્રુપનું ઉમદા કાર્ય : મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાતને પહોંચી વાળવા બ્લડની જરૂરિયાત પુરી પાડી

ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થવા માટે યુવા શક્તિ ગ્રુપ જાણીતું છે. ત્યારે યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે. ત્યારે યુવા શક્તિ ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત હોય જે પુર્ણ કરવા ૨૫ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

યુવા શક્તિ ગ્રુપ મોરબી પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે. ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાતની સાથે જન્માષ્ટમી પર્વ આવી રહ્યો હોવાથી સોર્ટેજ ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૫ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી આ પર્વ નિમિત્તે પણ કોઈ દર્દી કે દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે. જે માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!