સટ્ટાખોરીએ સમાજની અંદર રહીને સતત વીકસતી અને ઉંધઈની જેમ નવી પેઢીને આર્થીક અને ત્યારબાદ સામાજીક અને માનસીક રીતે ભાંગી નાખી નાખવાનું કામ કરે છે. હવે બદલાયેલી ટૅકનોલોજીનો લાભ સટ્ટાખોરોએ પણ મેળવીને જુની રીતીનીતી બંધ કરી નાખી છે. અને ઓનલાઈન એપ્લીકેશન થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાઈ રહ્યા છે. ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે ઓનલાઈન એપ્લીકેશનમા સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૪માં એક શખ્સ ઓનલાઈન એપ્લીકેશનમા સટ્ટો રમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી આશીફભાઇ ઉર્ફે ભાણો તૈયબભાઇ અઘામ (રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૪-૫)ની ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ઇગ્લેન્ડ- બાંગ્લાદેશ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર બાબુભાઇ ટી.કે. (રહે.મોરબી) પાસેથી રનફેરનો જુગાર રમતા પકડી પાડ્યો છે અને તેની પાસેથી રોકડા રૂ.૧૨૦૦/- તથા રૂ.૫૦,૦૦૦/-ની કિંમતના આઇ ફોન મળી કુલ રૂ.૫૧,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આશીફભાઇની અટકાયત કરી છે તથા બાબુભાઇને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.