મોરબીમાં ગોકુળ આઠમના દિવસે મેઘરાજાની સવારી આવી હતી જેમાં હળવદ અને માળીયા મિયાણા ના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે માળીયા મિયાણાના બોડકી,જીંજુડા.કુંતાસી રાજપર,ખારચીયા , વર્ષામેડી સહિતન કોસ્ટલ વિસ્તારમાં આભ ફાટ્યું
છેલ્લા 5 કલાકમાં આસરે 7 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યાનું ગ્રામ્યજનોએ જણાવ્યુ છે જેના લીધે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જો કે મોરબી તંત્ર પાસે પડેલ આ વરસાદનો કોઈ રેકોર્ડ નહી પરંતુ ખેતરોમાં ત્રણ થી 4 ફૂટ જેટલા પાણી ભરાય ખેડૂતોના મોલ ડૂબ્યા હતા
તો બીજી બાજુ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમા વરસાદ પડ્યો છે જેમાં વહેલી સવારથી ધીમીધારે પડી રહેલા વરસાદ કોઈ નુકશાનની નહી પરંતુ પાકને અનુરૂપ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી .