બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરના સુચના તેમજ ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ જુગાર અને દારૂની બદી જીલ્લામાં સદંતર નાબુદ કરવાના હોય જેથી તાલુકના પીઆઈ એમ.આર.ગોઢણીયા બાતમી મળી હતી કે મોરબી-માળિયા હાઈવે પરથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની જેથી તાલુકના પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે નાગડાવાસ પાસેથી એક કાર જીજે-૧૨-સીજી-૪૯૫૫ શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે કાર લઈને ભાગવા જતા તેની કારને આતરી રોકતા તેમાંથી દારૂની બોટલ નંગ ૩૬( કિં. રૂ. ૧૮૭૨૦/-) બીયર નંગ ૬૮(કિં.રૂ. ૬૮૦૦/-) અને કાર (કિં.રૂ.૩ લાખ) એમ કુલ કિંમત રૂ. ૩,૨૫,૫૨૦/- નો મુદમાલ સાથે કારમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સ નરસીભા રામભા સાબા (ઉ.વ.૩૮, રહે.હિંમતપુરા, ભચાઉ જી. કચ્છ) વાળાને પોલીસે ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તેની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં પો. હેડ. કોન્સ. જયસુખભાઈ વસિયાણી,યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, જયદીપ પટેલ, લોકરક્ષક રવિરાજસિંહ ઝાલા અને પંકજભા ગુઢડા સહિતનાઓ રોકાયેલા હતાં.