મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ CEIR” પોર્ટલનો ઉપયોગ કરી ચોરાયેલ કે ખોવાયેલ કુલ ૬૩ જેટલા મોબાઇલ કિંમત રૂ. ૧૧,૫૧,૩૭૨/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે લોકોને પરત આપવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવીઝનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના આપતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે કુલ-૬૩ જેટલા આશરે ૧૧,૫૧,૩૭૨/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરી બતાવ્યું છે.