Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરના ઢુવાની એસબીઆઇ બેંકમાં તસ્કરોએ કર્યો ચોરીનો પ્રયાસ:પોલીસ તપાસ શરૂ

વાંકાનેરના ઢુવાની એસબીઆઇ બેંકમાં તસ્કરોએ કર્યો ચોરીનો પ્રયાસ:પોલીસ તપાસ શરૂ

વાંકાનેર તાલુકાના ઢુવાની નજીક તસ્કરોએ બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે બેંકમાં સાયરન વાગવા લાગતા તસ્કરો નાસી છૂટયા હતાં.બેંક ના મેનેજર એ બેંક ખાતે પહોચી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાકાનેર તાલુકાના ઢુવાની નજીક આવેલ એસબીઆઇ બેંકમાં શનિવારે રાત્રે એક તસ્કર ટોળકી ત્રાટકી હતી અને બેંકના પાછળના ભાગે આવેલી બારીની ગ્રિલ તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. જો કે બેન્કમાં લાગેલા સાયરન વાગવા લાગતા તસ્કરો ચોરી કરવામાં સફળ થયા ન હતા.બનાવ અંગેની બેંક મેનેજરને જાણ થતાં તેઓ બેંક ખાતે દોડી આવ્યા હતાં. જે બાદ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા વાકાનેર તાલુકા પોલીસની ટીમ બેંક ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!