ભારત-ચીન (India China Faceoff)ની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈ ચાલી રહેલા વિવાદની વચ્ચે સુરક્ષા દળો (Security Forces)એ લદાખના ચુમાર-દેમચોક (Chumar Dmechok) વિસ્તારમાં એક ચીની સૈનિકને પક્ડયો છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રએ જાણકારી આપતાં કહ્યું કે તે સંભવતઃ ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો છે. તેને નિયત પ્રોટોકોલ હેઠળ તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ચીની સેનાએ પરત સોંપી દેવામાં આવશે.
સમાચાર એજન્સી ANI મુજબ, લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ચીની સૈનિકને પકડવામાં આવ્યો છે. તે ભૂલથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયો હશે. નિયત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ તેને પ્રોટોકોલ મુજબ પરત ચીની સેનાને સોંપવામાં આવશે.