Monday, November 25, 2024
HomeGujaratવધતા જતા કોરોના સંક્રમણને ટાળવા ટંકારાનાં સજનપર ગામે ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન...

વધતા જતા કોરોના સંક્રમણને ટાળવા ટંકારાનાં સજનપર ગામે ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : ગ્રામપંચાયત દ્વારા સત્તાવાર જાહેરાત

મોરબી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વધતા જતાં કોરોના સંક્રમણને ટાળવા ટંકારાના સજનપર ગામે ગ્રામપંચાયત દ્વારા તા. ૯ થી ૧૮ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગ્રામપંચાયત દ્વારા કરીયાણાની દુકાનો સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી તેમજ અનાજ દળવાની ઘંટીનો સવારે ૮ થી ૧૧ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખવા સર્વ સહમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ બહારથી આવતા કોઈ પણ ફેરિયા તેમજ અજાણી વ્યક્તિને ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેમજ જે લોકો દુકાને ખરીદી કરવા જાય તથા ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને જવા સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા, ચાર કરતા વધુ વ્યક્તિએ ભેગા ન થવા ગામને કોરોના સંક્રમણથી બચાવવા ગ્રામજનોનાં હિતમાં પંચાયતના સરપંચ તેમજ સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!