Friday, March 29, 2024
HomeGujaratમોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં ટેન્કરનાં ટાયર નીચે આવી જતા ટેન્કરચાલકનું મોત

મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં ટેન્કરનાં ટાયર નીચે આવી જતા ટેન્કરચાલકનું મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિશાલ રમેશભાઈ નાયકપરા(રહે શક્તિ ટાઉનશીપ,રવાપર રોડ, મોરબી) એ ફરિયાદ નોંધાવી છે કે ટેન્કર નંબર જીજે-૧૮-એક્સ-૮૬૫૧ નાં ચાલક વિશાલ વિનુભાઈ અદગામાં (રહે જુના ઘૂટું મોરબી) વાળો ગત તા. ૦૬ ના રોજ ટેન્કર લઈને ઘૂટું ગામની સીમમાં આવેલ લેન્ઝ સિરામિક કારખાને ગયો હોય અને ટેન્કરનો સેલ્ફ લાગતો ના હોય જેથી ટેન્કર ગીયરમાં રાખી ડાયરેક્ટ ચાલુ કરે તો આગળ વધશે તેમ ડ્રાઈવર જાણતો હોવા છતાં ટેન્કર ગીયરમાં રાખી ટેન્કર નીચે જઈ ટેન્કર ડાયરેક્ટ ચાલુ કરતા ટેન્કર એકદમ ચાલુ થઇ જતા ડ્રાઈવર વિશાલ અદગામાં ટેન્કરના ટાયર નીચે આવી જતા માથાનાં ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!