મોરબીના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના દેવળિયા ગામમાં નોંધાયેલ ૬૦ વર્ષથી ઉપરનાં તેમજ ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા નોંધાયેલા તમામ ૭૬ લોકોને રસીકરણ કરાવી ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લામાં દેવળિયા ગામ ૧૦૦ ટકા રસીકરણ થયેલ પ્રથમ ગામ બન્યું છે