ટંકારા પોલીસે લજાઈ ગામ નજીક એક વાડીમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૧૦૩ બોટલ કિ.રૂ.૨૭,૬૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી ટંકારા પોલીસે આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામથી ઘુનડા(સ) જવાના કાચા રસ્તે આવેલ વાડીમાં ટંકારા પોલીસે દરોડો પાડી ૩૭૫મીલી. તેમજ ૧૮૦મીલી.ની કુલ ૧૦૩ બોટલ કિ.રૂ.૨૭,૬૭૦/- ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે. લજાઈ તા. ટંકારા વાળો હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.






