Monday, June 1, 2026
HomeGujaratમોરબી: પાટીદાર ટાઉનશીપના એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે પરપ્રાંતિય ઝડપાયો

મોરબી: પાટીદાર ટાઉનશીપના એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે પરપ્રાંતિય ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપના રોયલ ટાવર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી વિદેશી દારૂની ૬ બોટલ સાથે મૂળ રાજસ્થાનના યુવકની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ.૪,૪૮૨/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ટીંબડી ગામની સીમમાં આવેલ પાટીદાર ટાઉનશીપના રોયલ ટાવર એપાર્ટમેન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ત્રીજા માળે આવેલા ફ્લેટ નંબર ૩૦૧માં તપાસ કરતાં કાપડના થેલામાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જની ૬ બોટલ કિ.રૂ.૪,૪૮૨/- સાથે આરોપી સતીષભાઈ ગણેશલાલ બગોરા ઉવ.૩૪ હાલ રહે. ફ્લેટ નં.૩૦૧ રોયલ ટાવર પાટીદાર ટાઉનશીપ મોરબી મૂળરહે. રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના વારીયો કા મહોલ્લા વાળાની અટકાયત કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!