Tuesday, January 14, 2025
HomeGujaratટંકારાની વિરવાવ સિમમા જુગટુ ખેલતા એક મહિલા સહિત ૧૧ પતા પ્રેમી ઝડપાયા

ટંકારાની વિરવાવ સિમમા જુગટુ ખેલતા એક મહિલા સહિત ૧૧ પતા પ્રેમી ઝડપાયા

ટંકારાની વિરવાવ સિમમા જુગટુ ખેલતા એક મહિલા સહિત ૧૧ ને પતા પ્રેમી ને ૫૯૫૦૦ રોકડા અને ૮૩૫૦૦ ના મુદ્દામાલ સાથે કુલ ૧૪૨૮૦૦ ની રેડ પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તાએ કરતા પંથક આખામાં ચકચાર

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના વિરવાવ ગામ ની વાડી વિસ્તારમાં મહાવીરસીહ હસુભા જાડેજા ના ખેતરમા મધ્ય રાત્રીના જુગટુ ખેલતા હોવાની ડિ સ્ટાફ ના વિજયભાઈ બાર ને ચોકસ બાતમી મળી હોય ટંકારા પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા એ સ્ટાફ સાથે રેડ કરી મહાવીરસીહ હસુભા જાડેજા વિરવાવ. બહાદુરસિહ જયુભા જાડેજા વિરવાવ અશોકસિહ ખુમાનસિહ જાડેજા રાજકોટ. મંગળસિહ મનુભા ઝાલા રાજકોટ. જયેશ હિમંતભાઈ પંડયા કોઠારીયા રાજકોટ. જયેશ માનસંગભાઈ મકવાણા બાલંભા ઈમરાન ઈબ્રાહીમ સંધી બાલંભા. ઈબ્રાહીમ આમદભાઈ કુભનાપરા કાલાવડ. દિનેશ ઝલાભાઈ છે મકવાણા લાલપુર. આશિફ આમદભાઈ ભટી લાલપુર ભક્તિબેન જયંતિભાઈ રાજગોર જામનગર વાળા ને રોકડ રકમ ૫૯૩૦૦ મોબાઇલ નંગ ૮,કિમત રુ. ૧૩૫૦૦ અને ઈકો કાર કિમત ૭૦૦૦૦ કુલ ૧૪૨૮૦૦ ના મુદ્દામાલ સાથે ૧૧ પતા પ્રેમી ને પકડી પાડયા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ માસ પુર્વ છતર ગામ ની સીમ માથી નવ પુરુષ વચ્ચે આ મહિલા ને જુગાર રમતા પકડી પાડી હતી અને આજે ફરી વિરવાવ ગામે દસ પુરુષ વચ્ચે પણ એકજ મહિલા ને જુગાર રમતા પકડી પાડી છે જુગાર ની રેડ ને લઈને ટંકારા પોલીસ સ્ટેશન કાયમી ચર્ચા મા રહુ છે સજ્જનપર ના રેડ બાદ પોલિસ પણ શકુનિ ઉપર વોચ રાખી બેઠી છે ત્યારે અભિષેક ગુપ્તા એ વિરવાવ ખાતે રેડ કરતા પંથક આખા મા ચકચાર મચી જવા પામી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!