Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા ૧૨ ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા ૧૨ ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી કુલ ૧૨ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા હતા, અને તેમના વિરુધ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે ઉમીયા સર્કલ પાસે સંકેત ઇન્ડીયા શો રૂમ પાછળ આવેલ હીરેનભાઇ હરીભાઇ નંદાસણાના રહેણાંક મકાનમાં રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જુગાર રમતા હીરેનભાઇ હરીભાઇ નંદાસણા (રહે. મોરબી ઉમીયા સર્કલ પાસે સંકેત ઇન્ડીયા શો રૂમ પાછળ પવન હાઇટ ફલેટ નં-૩૦૨ મુળ રામપર (આયાર) તા.જી.જામનગર), પલકભાઇ ભગવાનજીભાઇ કનેરીયા (રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ ઉમીયા નગર કિશાન પેલેસ ફલેટ નં-૩૦૩), ભરતભાઇ સવજીભાઇ કાસુન્દ્રા (રહે. મોરબી રવાપર ચોકડી દર્પણ સોસાયટી સત્યમ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૧ મુળ ગામ મોટા રામપર તા.પડધરી જી.રાજકોટ), મેહુલભાઇ છબીલભાઇ વડસોલા (રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કુલની પાછળ બાલાજી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ રંગપર (બેલા) તા.જી.મોરબી), વિપુલભાઇ લાલજીભાઇ પટેલ (રહે. મોરબી મોટી કેનાલના છેડે સરદારનગર-૦૧ સોસાયટી ચાણ્કય એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧), મહેશભાઇ વશરામભાઇ રૈયાણી (રહે. મોરબી રવાપર રોડ, ઉમીયા ચોક શાસ્ત્રીનગર ગંજાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી.મોરબી), સંજુભાઇ સુંદરજીભાઇ રૈયાણી (રહે. મોરબી રવાપર રોડ, વિશ્ર્વકર્મા સોસાયટી સ્નેહ રેસીડેન્સી ફલેટ નં-૬૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી.મોરબી) તથા ભગીરથભાઇ પ્રવિણભાઇ આદ્રોજા (રહે. મોરબી રવાપર રોડ, લીલાલહેર પાસે દર્પણ સોસાયટી-૦૧ મુળ ગામ ભડીયાદ તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂ.૨,૧૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ગામ થી આગળ કે.ટી.મીલ વિસ્તારમાં સાયકોન કારખાનાની પાછળ લવજીભાઇ ઉકાભાઇ ગોહિલ ના ઘર પાસે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જાહેરમાં જુગાર રમતા સુલતાન ઉર્ફે મુન્નો ગફુરભાઇ મુલતાની (રહે. ચરાડવા તા.હળવદ જી. મોરબી), રમેશભાઇ મુળુભાઇ કાનગડ (રહે આંબેડકર નગર તળાવ પાસે, ચરાડવા ગામ, તા.હળવદ મુળ રહે. મોટી બરાળ તા.માળીયા), ગૌતમભાઇ બાલજીભાઇ સોલંકી (રહે. ચરાડવા આંબેડકર નગર, તળાવ પાસે, તા.હળવદ જી.મોરબી) તથા લવજીભાઇ નાથાભાઇ ગોહિલ (રહે. મોરબી રોડ, કે.ટી.મીલ પાસે, સાયકોન કારખાનાની પાસે, ચરાડવા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૦૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!