Saturday, September 21, 2024
HomeGujaratવાંકાનેરમાં કાર ચાલકે રસ્તા પર બાળકને હડફેટે લેતા મોત : પોલીસ ફરિયાદ...

વાંકાનેરમાં કાર ચાલકે રસ્તા પર બાળકને હડફેટે લેતા મોત : પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી ઇકો કારે રસ્તા પર રમતા બાળકને હડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે બાળકનાં પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટનાં કોઠારીયા રોડ પર આવેલ ન્યારા પેટ્રોલપંપ પાસે રહેતા મૂળ એમ.પી.નાં ભમરૂભાઇ કાળીયાભાઇ મેડાનો દીકરો સાયનેશ ઉર્ફે શૈલેષ ગત તા.૨૭/૦૮/૨૦૨૩ ના બપોરના સમયે વાંકાનેરનાં મેસરીયા ગામના બોર્ડ પાસે આવેલ રોડ પર રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવતી GJ-36-F-5203 નંબરની ઇકો કારના ચાલકે બાળકને હડફેટે લેતા બાળકને માથામા તથા પગમા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતક બાળકનાં પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!