મોરબીમાં જુગાર રમતા ઇસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી જુગાર રમતાં ૧૨ ઈસમોને પકડી પાડયા હતા.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા રવાપર રોડ એવન્યુ પાર્ક શેરી નં.૧ ખાતે આવેલ સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારાનાં રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારા, કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ, અજયભાઈ મહેશભાઈ દવે તથા હિતેષભાઈ હર્ષદભાઈ મહેતા નામના શખ્સોને રોકડા રૂ.૪૧,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરમપુર ગામની સીમ લોરીસ કારખાનાના સ્ટોરરૂમમાં ભાવેશભાઇ ચતુરભાઇ ડઢાણીયાએ પોતાના કબ્જા ભોગવટાવાળા કારખાનાના સ્ટોરૂમમાં બહારથી અભય ચુનિલાલભાઇ દેકાવાડીયા, રવિરાજ ટપુભાઇ અઘારા, વિપુલભાઇ મોહનભાઇ અમૃતીયા, અશ્વિનભાઇ પ્રાગજીભાઇ કાંજીયા, હિતેન્દ્રભાઇ ભચુભાઇ સદાદીયા, હિતેશભાઇ છગનભાઇ ચારોલા અને દિનેશભાઇ કરશનભાઇ મેરજાને બોલાવી ગેરકાયદેસર જુગાર રમવાના સાધનો/ સામગ્રી પુરા પાડી જુગારધામ ચલાવતો હોય જે પકડી પાડી મોરબી તાલુકા પોલીસે રોકડ રૂ.૨,૬૭,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..