Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની જાહેરાતને વધાવી જેતપર જિલ્લા પંચાયતની 23...

મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની જાહેરાતને વધાવી જેતપર જિલ્લા પંચાયતની 23 માંથી 13 ગ્રામ પંચાયત સમરસ જાહેર

મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા સમરસ ગ્રામ પંચાયતને 1 લાખ આપવાની જાહેરાત કરાયા બાદ જેતપર જિલ્લા પંચાયતની 23 માંથી 13 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.

- Advertisement -
- Advertisement -

ગામમાં સંપ જળવાઈ રહે અને ગામનો વિકાસ સોળે કળા એ ખીલે તથા જેતપર જિલ્લા પંચાયત હેઠળની વધુ ને વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ તેવા શુભ આશયથી મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા સમરસ ગામ પંચાયતને 1 લાખ આપવાની જાહેરાત કરાઈ હતી જે જાહેરાતને વધાવી લઈ 23 ગામ પંચાયત માંથી 13 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જેતપર જિલ્લા પંચાયત હેઠળની વાઘપર, પીલુડી, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરિપર (કેરાળા), રવાપર (નદી), જુના સાદુળકા, ભરતનગર, શક્તિનગર સહિતના ગામો ચૂંટણી પહેલા જ સમરસ જાહેર થયા છે. જેને પગલે અજયભાઈ લોરીયાએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!