Sunday, October 4, 2026
HomeGujaratલીલાપરમાં ચોથા માળેથી પડતું મૂકી નીચે પટકાયેલી ૧૫ વર્ષીય કિશોરીનું સારવારમાં મોત

લીલાપરમાં ચોથા માળેથી પડતું મૂકી નીચે પટકાયેલી ૧૫ વર્ષીય કિશોરીનું સારવારમાં મોત

મોરબીના લીલાપર ગામે ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા લાગી આવતા ૧૫ વર્ષીય કિશોરીએ રહેણાક મકાનના ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. જેથી ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા બાદ ૩ ઓક્ટોબરે તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લીલાપર ગામે ધર્મેન્દ્રભાઈ પટેલના ફ્લેટમાં ભાડે રહેતા મૂળ શિવનીકા પુર્વા તા.લાલગંજ અઝારા જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશની વતની ખુશીબેન રામનરેશ રામરાજ વર્મા ઉવ.૧૫ને ઘરકામ બાબતે તેણીની માતાએ ઠપકો આપતા લાગી આવતા તેણે ગત તા.૨૮ સપ્ટેમ્બરના રોજ એપાર્ટમેન્ટમાં રહેણાક ફ્લેટના ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. જેથી ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જ્યાં ગઈકાલ તા.૩ ઓક્ટોબરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!